buy product from flipkart....here

Pramukh swami







પ્રમુખસ્વામીની જીવનઝરમર

પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદ ગામે થયો હતો. પિતા મોતીભાઈ, માતા દિવાળીબા. ખેતી અને પ્રભુભક્તિ સિવાય આ પરિવારને જીવનનું બીજુ કોઈ વિશિષ્ટ પાસું ન હતું. માગશર સુદ 8, સંવત 1978 (7 ડિસેમ્બર, 1921)ના રોજ પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ થયો હતો. પ્રમુખ સ્વામીનું જન્મનું નામ શાંતિલાલ હતું.

· 16 મે 1929ના દિવસે તેમના ગામની શાળામાં પહેલા ધોરણમાં ભણવા બેસાડ્યા. શાંતિલાલ સ્વભાવે શાંત પણ શિસ્તબદ્ધ, સમયપાલન સાથે ભણવામાં હોંશિયાર હતા. ઈતિહાસ અને ગણિત એમના પ્રિય વિષયો હતાં.

·એકથી પાંચ ધોરણ તેમના ગામમાં ભણ્યાં બાદ તેમણે છઠ્ઠા ધોરણ માટે પાદરા ગામની શાળામાં પ્રવેશ લીધો.
· ભગવાન સ્વામિનારાયણના તેઓ પાંચમા આધ્યાત્મિક વારસદાર છે.

પ્રમુખ સ્વામીનું સાધુ જીવન :

શાન્તિલાલ ઘરેથી ક્રિકેટનો સરંજામ લેવા વડોદરા જવા નીકળ્યા. રસ્તામાં ભાઈલા ગામના રાવજીભાઈએ કહ્યું “ગુરુ શાસ્ત્રીજી મહારાજે તમારા માટે ચીઠ્ઠી આપી છે. અઢાર વર્ષના યુવાન શાન્તીભાઈએ કવર ખોલી ચીઠ્ઠી વાંચી.. તો તેમાં લખ્યું હતું. ” સાધુ થવા આવી જાઓ”

શાન્તિભાઈ વડોદરા જવાને બદલે પાછા ઘેર આવી, માતા-પિતાને ચીઠ્ઠી બતાવી ને કહ્યું રાવજીભાઈના ભાઈલી ગામે મારે સત્સંગ માટે વિચરતા સાધુ નીલકંઠ સ્વામી અને ઘનશ્યામ સ્વામીને મળવા જવાનું ગુરુ શાસ્ત્રીજી મહારાજે કહ્યું છે. આ હરિભક્ત કુટુંબે આ પળને જીવનની ધન્ય પળ ગણી હસ્તે મુખે , કોઈ ચહલ પહલ વગર, ગૃહત્યાગ માટે શાન્તીભાઈને વિદાય દીધી…એ દિવસ હતો 7/11/1939

·    22-11-1939ના રોજ અમદાવાદમાં શાસ્ત્રીજી મહારાજે કિશોરવયના ભકતરાજ શાંતિલાલને પાર્ષદની પ્રાથમિક દીક્ષા આપી.

·    10-1-1940ના રોજ ગોંડલમાં ભાગવતી દીક્ષા આપવામાં આવી. ત્યારબાદ તેમનું નામ પડયું નારાયણસ્વરૂપ દાસ સ્વામી.

·    પેટલાદની સંસ્કૃત પાઠશાળામાં પંડિતો પાસે સંસ્કૃત અભ્યાસમાં લાગી ગયા. અભ્યાસમાં શાસ્ત્રી સુધીનો અભ્યાસ કરીને તેઓ શાસ્ત્રી નારાયણસ્વરુપદાસજી બન્યા

·    વર્ષ 1950માં શાસ્ત્રીજી મહારાજે દીર્ઘદ્રષ્ટિથી સ્થાપેલી વિકસતી ધર્મસંસ્થા  અક્ષરપુરુષોત્તમ સંસ્થાના પ્રમુખ તરીકે તેઓને નિયુકત કર્યા. ત્યારથી તેઓને પ્રમુખ સ્વામીના હુલામણાં નામથી ઓળખવામાં આવે છે.

·    યુનોની ધર્મસંસદમાં ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ પ્રવચન કરી તેમણે ગુજરાતી ભાષાને ગૌરવ આપ્યું છે.
·    આજે નિઃસ્વાર્થભાવે સેવા કરતા 844થી વધુ ત્યાગી પૂર્ણકાલીન સ્વયંસેવી-સમાજસેવી સંતોનો સમુદાય અને 900થી વધુ હિંદુ મંદિરો બનાવવાનો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તેમના નામે નોંધાયેલો છે.

·    18000થી વધુ ગામડાઓ અને શહેરોમાં ધર્મ સભાઓ કરીને સામાન્ય જનતાને જીવનનો રાહ બતાવ્યો.
·    25૦૦૦૦ જેટલા ઘરમાં જઇને લોકોને નિર્વ્યસની જીવનની પ્રેરણા આપી.

·    9090 જેટલા સંસ્કાર કેન્દ્રો શરુ કર્યા.

·    55૦૦૦ હજાર સ્વયં સેવકોની ફોજ તૈયારી કરીને સમાજસેવાથી ભૂકંપ, પૂર જેવી આપત્તિઓમાં સમાજમાં સેવાની ધૂણી ધખાવી. હોસ્પીટલો -શાળાઓ બનાવીને નિરામય -શિક્ષિત સમાજ તૈયાર કર્યો.

·    સંપત્તિના નામે એમની પાસે છે માત્ર હરિનામની માળા, ચાર વસ્ત્રો, ઠાકોરજી તથા તેમની પૂજા અને ભોજન માટે કાષ્ઠનું એક પાત્ર! સતત વિચરણ એમની આગવી વિશેષતા છે.

·    દિલ્હી અક્ષરધામ અને  સૌથી વધુ મંદિર નિર્માણ કરવાનો વિશ્વ કિર્તિમાન પ્રમુખ સ્વામીના નામે છે.

·    ભગવાન સ્વામીનારાયણ અને ભારતીય સંસ્કૃતિનાં ઉજ્જવલ મૂલ્યો માટે, 55 જેટલા દેશોમાં રચનાત્મક રીતે આજે BAPS  કાર્યરત છે. જેના તેઓ સૂત્રધાર હતાં.
Previous
Next Post »

flipkart app