buy product from flipkart....here

Gk special -3. ગુજરાતની ભૂગોળ

Kishan Patel:
ગુજરાતની ભૂગોળ

1. ગુજરાતનો કયો જિલ્લો સૌથી ઓછી વસ્તીગીચતા ધરાવે છ?

   કચ્છ

2. ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ વસ્તીગીચતા ધરાવે છે?

સુરત

3. સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો કયો છે ?  ( સંખ્યાની દ્રષ્ટિએ)

અમદાવાદ

4. સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો કયો છે ?(સંખ્યાની દ્રષ્ટિએ)

ડાંગ

5. વસ્તી પ્રમાણે ભારતનાં રાજ્યોમાં ગુજરાતનો ક્રમ કેટલામો છે ?

નવમો

6. દીવનો કેન્દ્રશાસિત વિસ્તાર ગુજરાતના કયા ભાગમાં આવેલો છે ?

દક્ષિણ સૌરાષ્ટ્ર

7. ડાંગ જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે ?

3 (આહવા,સુબીર,અને વઘઈ)

8. અટિરા શાના માટે જાણીતું છે ?

કાપડ સંશોધન

9. બનાસ નદીની બે શાખા નદીઓ કઈ છે ?

  સિપ્રી અને બાલારામ

10. શિયાળ બેટ જિલ્લા કયા જિલ્લામાં છે ?

  અમરેલી

11. બનાસકાઠા જિલ્લાની પશ્ચિમે આવેલા અર્ધ રણવિસ્તાર કયા નામે ઓળખાય છે ?

ગોઢા

12. કયા પ્રદેશમાં સૌથી વધુ કપાસ થાય છે ?

કાનમપ્રદેશ

13. ગુજરાતમાં મોરધારના ડુંગરો કયા જિલ્લામાં આવેલા છે ?

ભાવનગર

14. ગુજરાતમાં જહાજ ભાંગવાનો ઉદ્યોગ કયા બે બંદર પર છે ?

સચાણા અને અલંગ

15. ગુજરાતમાં ઈફકોના પ્લાન્ટ કયા આવેલો છે ?

કલોલ અને કંડલામાં

16. ગુજરાતનું ઇકબાલગઢ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?

બનાસકાંઠા જિલ્લામાં

17. ગુજરાત રાજ્યની સ્થાપના થઇ ત્યારે કેટલા જિલ્લા હતા ?

  17

18. નર્મદા જિલ્લાનું મુખ્ય મથક કયું છે ?

  રાજપીપળા

19. ગુજરાતમાં ચોખાનો પાક સૌથી વધારે કયા જિલ્લા માં થાય છે ?

વલસાડ

20. ટંકારા કયા જિલ્લામાં આવેલું છે ?

મોરબી

21. માત્ર 1 મતદાતા માટેનું મતદાનમથક બાણેજ કયા મતવિસ્તાર હેઠળ આવે છે ?

ઊના

22. ડાકોરમાં કયું આવેલું તળાવ છે ?

  ગોમતી તળાવ

23. દૂધ સરિતા ડેરી કયા શહેરમાં છે ?

ભાવનગર

24. ગુજરાતનો સૌથી મોટો બોટાનિકાલ ગાર્ડન કયા જિલ્લામાં આવેલો છે ?

ડાંગ (વઘઈ)

25. કયું સ્થળ હિંદુ-મુસ્લિમ ધર્મ અને સંસ્કૃતિના સમન્વય માટે જાણીતું છે ?

પીરાણા

26. કચ્છના રણના જંગલી ગધેડાને શું કહે છે ?

  ઘુડખર

27. ગુજરાતમાં સ્વામી સચ્ચિદાનંદનો આશ્રમ કયા સ્થળે આવેલો છે ?

દંતાલી

28. સમેતશિખર કયા ધર્મનું તીર્થધામ છે ?

જૈન

29. ડાંગમાં હોળી કયા નામે ઓળખાય છે ?

શિગમા

30. ગુજરાતમાં કયા જિલ્લામાં ખેતી હેઠળ ની જમીન સૌથી વધુ છે ?

બનાસકાંઠા

31. અરવલ્લીની ગિરિમાળામાં ગુજરાતનું કયું પ્રખ્યાત તીર્થધામ આવેલ છે ?

અંબાજી

32. મેરાયો કયા લોકોનું લોકનૃત્ય છે ?

વાવ તાલુકાના ઠાકોરોનું (બનાસકાઠા જીલ્લો)

33. ગિરનારનું સૌથી ઊંચું શિખર કયું છે ?

ગોરખનાથ

34. કયા પ્રદેશમાં ઊચા પ્રકારનું ઘાસ થાય છે ?

બન્ની

35. મીરાંદાતાર કઈ નદીના કિનારે છે ?

  પુષ્પાવતી

36. વાગડનો વિસ્તાર ગુજરાતના કયા જિલ્લામાં છે ?

કચ્છ

37. મુક્તેશ્વર સિંચાય યોજના કઈ નદી પર છે ?

સરસ્વતી

38. તાનારીરીની સમાધિ કયા આવેલી છે ?

વડનગર (મહેસાણા જીલ્લો)

39. કઈ નદી વઢવાણ અને સુરેન્દ્રનગર ને જુદા પડે છે ?

ભોગાવો

40. વિશ્વામિત્રી નદી કયા ડુંગરમાંથી નીકળે છે ?

પાવાગઢમાં

41. ગુજરાતમાં સૌપ્રથમ ખાંડનું કારખાનું કયા સ્થાપવામાં આવ્યું હતું ?

બારડોલી

42. સૌરાષ્ટ્રની સૌથી લાંબામાં લાંબી નદી કઈ છે ?

ભાદર

43. ગિરનારમાં કુલ કેટલા શિખરો આવેલા હે ?

5

44. અકીકની નમૂનેદાર વસ્તુઓ ક્યાં બને છે ?

ખંભાત (આણંદ જિલ્લો)

45. ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન કયા આવેલો છે ?

વઘઈમાં (ડાંગ જિલ્લો )

46. રવેચીનો મેળો કચ્છના કયા તાલુકામાં ભરાય છે ?

રાપર

47. સુમૂલ ડેરી કયા શહેરમાં આવેલી છે ?

સુરત

48. સિપુ કયા જિલ્લાની નદી છે ?

બનાસકાઠા

49. જિલ્લાઓની નવરચના થયા બાદ ગુજરાતના કેટલા જિલ્લા સમુદ્રકિનારો ધરાવે છે ?

15 જિલ્લા

50. કચ્છના અખાતના કાંઠે કયું બંદર સમગ્ર ભારતનું ‘મુકત વ્યાપાર વિસ્તાર’ ધરાવતું બંદર છે ?

કંડલા

51. ગુજરાતનું બીજા નંબર નું સૌથી ઊચું શિખર કયું છે ?

સાપુતારા

52. સુરખાબનગર કયા જિલ્લામાં આવેલું છે ?

કચ્છ

53. નાગમતી અને રંગમતી નદીના સંગમસ્થળ પર કયું શહેર આવેલું છે ?

જામનગર

54. ફાગવેલ શાના માટે જાણીતું છે ?

ભાથીજીનું મંદિર

55. જાફરાબાદ બંદર કયા જિલ્લામાં આવેલું છે ?

અમરેલી

56. બારડોલી કયા ઉદ્યોગનું કેન્દ્ર છે ?

ખાંડ

57. ગુજરાતમાં ચીપ બોર્ડ બનાવવાનું કારખાનું કયાં આવેલું છે ?

બિલિમોરા (નવસારી જિલ્લો)

58. યાત્રાધામ દ્વારકા કયા જિલ્લામાં છે ?

દેવભૂમિ દ્વરકા

59. તારંગા કયા જિલ્લામાં આવેલુ છે?

મહેસાણા

60. ગુજરાતનો કયો મેળો ગર્દભમેળા તરીકે ઓળખાય છે ?

વૌઠાનો

61. વૌઠાનો મેળો કયા તાલુકામાં ભરાય છે ?

ધોળકા

62. બાજરીનો સૌથી વધારે પાક કયા જિલ્લામાં થાય છે ?

બનાસકાંઠા

63. વિશ્વામિત્રી નદી કયાથી નીકળે છે ?

પાવાગઢના ડુંગરમાંથી

64. મુક્તેશ્વર બંધ કઈ નદી પર છે ?

સરસ્વતી

65. જૈન તીર્થસ્થળ ભદ્રેશ્વર કયા જિલ્લામાં આવેલું છે ?

કચ્છ

66. ગુજરાતમાં જામફળ અને દાડમ માટે કયો જિલ્લો સૌથી વધુ જાણીતો છે ?

ભાવનગર

67. ભારતમાં ફ્લોરસ્પારના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન કયું છે ?

પ્રથમ

68. કચ્છના નાના રણમાં અને નળ સરોવર વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે ?

ઝાલાવાડ

69. સિક્કા અને રાણાવાવ કયા ઉદ્યોગ માટે જાણીતાં છે ?

સિમેન્ટ

70. શેઢી નદી કયાથી નીકળે છે ?

  ધામોદના ડુંગરમાંથી

71. શામળાજી મંદિરમાં કયા દેવની મૂર્તિ છે ?

વિષ્ણુ

72. આરસુરનો ડુંગર ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ?

બનાસકાંઠા

73. રાજપીપળા પાસેનો કયો ધોધ જાણીતો છે ?

શૂરપાણેશ્વર

74. ગોપનાથ મહાદેવ નું મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?

ભાવનગર

75. ચરોતર કઈ બે નદીઓ વચ્ચે આવેલો પ્રદેશ છે ?

મહી અને શેઢી

76. કયા વૃક્ષના પાનમાંથી પડિયાં પતરાળા તૈયાર કરવામાં આવે છે ?

ખાખરા

77. સૌરાષ્ટ્રની દક્ષિણે કયો દ્વિપ આવેલો છે ?

દીવ

78. જૂનાગઢ આસપાસનો પ્રદેશ કયા નામે ઓળખાય છે ?

સોરઠ

79. ગુજરાતમાં સૌથી મોટો મહેલ કયો છે ?

લક્ષ્મી વિલાસ પેલેસ , વડોદરા

80. દેવભૂમિ દ્વારકાનું મુખ્ય મથક કયું છે ?

ખંભાળીયા

81. ગુજરાતની કુંવારિકા નદીઓ કઈ છે ?

બનાસ,સરસ્વતી,રૂપેણ

82. રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર કયા આવેલ છે ?

જૂનાગઢ

83. પૂર્ણ અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં છે ?

ડાંગ

84. કચ્છના કયા શહેરમાં ખારેક સંશોધન કેન્દ્ર આવેલું છે ?

મુંદ્રા

85. જખૌ બંદર કયા જિલ્લામાં આવેલું છે ?

કચ્છ

86. રંગ-રસાયણોનું કેન્દ્ર એવું અતુલ કઈ ટેકરીઓમાં આવેલ છે ?

પારનેરાની ટેકરીઓમાં

87. સોમનાથ કઈ નદીના કિનારે આવેલું છે ?

હિરણ

88. હાટકેશ્વર મહાદેવનું પ્રસિદ્ધ મંદિર કયા આવેલ છે ?

  વડનગર

89. અંબિકા અને પૂર્ણા નદી કયા સમુદ્રને મળે છે ?

  અરબી સમુદ્રને

90. ગુજરાતમાં કયા સ્થળે કાળિયાર હરણ જોવા મળે છે ?

વેળાવદર (ભાવનગર)

91. વણાકબોરી ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ?

મહી નદી પર

92. ગુજરાતમાં આયુર્વેદ યુનિવર્સિટી ક્યાં આવેલી છે ?

જામનગર

93. ઋતુંભરા વિશ્વ વિદ્યાપીઠ કયા આવેલી છે ?

સાપુતારા

94. ગુજરાતનો કયો જિલ્લો પહેલા નવાનગર તરીકે ઓળખાતો હતો ?

જામનગર

95. ગોલ્ડન બ્રિજ કઈ નદી પર આવેલ છે ?

નર્મદા (ભરૂચ)

96. બરડો ડુંગરના સૌથી ઊંચા ડુંગરનું નામ શું છે ?

  આભપરા

97. ડુમ્મસ કયા જિલ્લામાં આવેલું છે ?

સુરત

98. કઈ ટેકરીઓ વચ્ચે અંબાજીનું યાત્રાધામ આવેલું છે ?

આરાસુરની

99. ગાંધીધામ કંડલા-પઠાણકોટ હાઇવે જે 8-A હતો તેનો નવો નંબર શું છે ?

141

100. મીઠાના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં કયા નંબરે છે ?

  પ્રથમ

101. ધોળાવીરા કયા જિલ્લામાં આવેલું છે ?

  કચ્છ

102. ગુજરાતના કયા શહેરમાં સૌથી વધારે વૃક્ષો છે ?

  ગાંધીનગર

103. વડોદરા જિલ્લાના તડવી આદિવાસીઓનું લોકનૃત્ય કયું છે ?

  માંડવાનૃત્ય

104. હાથબ કાચબા ઉછેર કેન્દ્ર કયા જિલ્લામાં આવેલું છે ?

ભાવનગર

105. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું નામ શું છે ?

વીર નર્મદ યૂનિવર્સિટી

106. અલિયાબેટ અને પીરમબેટ ક્યાં આવેલા છે ?

ખંભાતના અખાતમાં

107. ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે ?

સુરેન્દ્રનગર

108. બનાસકાંઠા જિલ્લામાંનો કાંકરેજ તાલુકો શેના માટે જાણીતો છે ?

ગાયો માટે

109. જૂનાગઢ જિલ્લામાંથી કયો જિલ્લો બનાવામાં આવ્યો છે ?

ગીર સોમનાથ

110. તુલસીશ્યામ વિહારધામ કયા જિલ્લામાં છે ?

જૂનાગઢ

111. ગુજરાતનો પ્રસિદ્ધ પલ્લીનો મેળો ક્યાં ભરાય છે ?

રૂપાલ (ગાંધીનગર પાસે )

112. વૃંદાવન ફિલ્મ સ્ટુડીઓ ક્યાં આવેલો છે ?

  ઉમરગામ (વલસાડ)

113. મંજીરા નૃત્ય કયા લોકોનું જાણીતું નૃત્ય છે ?

પઢાર લોકોનું

114. કયા ખનિજના ઉત્પાદનમાં ગુજરાત એશિયાખંડમાં પ્રથમ સ્થાને છે ?

  ફ્લોરસ્પાર

115. સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ કયા જિલ્લામાં છે ?

મોરબી

116. ‘સોમદભવા’ તરીકે કઈ નદીને ઓળખવામાં આવે છે ?

નર્મદા

117. દાંતીવાડા યોજના કઈ નદી પર છે ?

  બનાસ

118. નવાગામ શા માટે પ્રખ્યાત છે ?

નર્મદાબંધ માટે

119. સૂડી અને ચપ્પુ માટે કયુ સ્થળ વખણાય છે ?

અંજાર

120. સામુદ્રિક રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે ?

જામનગર

121. પાટણ કઈ નદીના કિનારે આવેલું છે ?

સરસ્વતી

122. વલસાડ કઈ નદીના કિનારે આવેલુ છે ?

ઔરંગા

123. ભરૂચ જિલ્લામાં કયા સ્થળે ગરમ પાણીના કુંડ આવેલા છે ?

કાવી

124. ગુજરાતનું કયું શહેર સફેદ ક્રાંતિ માટે પ્રખ્યાત છે ?

આણંદ

125. મેશ્વો નદી પર બંધ બાંધવાથી તૈયાર થયેલ સરોવર કયા નામે ઓળખાય છે ?

શ્યામ સરોવર

126. કંઠીનું મેદાન કયા જિલ્લામાં આવેલુ છે ?

કચ્છ જિલ્લામાં

127. દાંતા અને પાલનપુર નજીકની ટેકરીઓ કયા નામે ઓળખાય છે ?

જેસોરની ટેકરીઓ

128. ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધારે વરસાદ પડે છે ?

વલસાડ

129. અટિરા શું છે ?

કાપડ ઉદ્યોગની સંશોધન સંસ્થા

130. ખંભાતના અખાતમાં કયા બેટ છે ?

અલિયાબેટ અને પીરમબેટ

131. ગુજરાતના કયા સ્થળે દર અઢાર વર્ષે કુંભમેળાનું આયોજન થાય છે ?

ભાડભૂત

132. ગુજરાતનું કયું બંદર મત્સ્યબં

દર તરીકે ઓળખાય છે ?

વેરાવળ

133. ગુજરાતનું કયું મંદિર કર્કવૃત્ત પર આવેલું છે ?

મોઢેરાનું સૂર્યમંદિર

134. આરાસુરના ડુંગરો પૈકી સૌથી ઊચો ડુંગર કયો છે ?

જેસોર

135. ગુજરાતના કયા જિલ્લામાં સાગ પુષ્કળ પ્રમાણમાં થાય છે ?

  વલસાડ

136. ગુજરાતનું રાજ્યપંખી કયું છે ?

સુરખાબ

137. ઓઈલ એન્જિન ઉદ્યોગ માટે ગુજરાતનું કયું શહેર જાણીતું છે ?

રાજકોટ

138. વાડીનાર બંદર કયા જીલ્લામાં આવેલું છે ?

દેવભૂમિ દ્વારકા

139. ચાંદોદ કઈ નદીના કિનારે છે ?

નર્મદા

140. ખારાઘોડા શાના ઉત્પાદન માટે જાણીતું છે ?

મીઠાના ઉત્પાદન માટે

141. મોરબી શહેર કઈ નદીના કિનારે આવેલું છે ?

મચ્છુ

142. પારસીઓના કાશી તરીકે કયું શહેર જાણીતું છે ?

  ઉદવાડા (વલસાડ જિલ્લો)

143. ગુજરાતમાં સૌથી વધુ જંગલો ધરાવતો જિલ્લો કયો છે ?

ડાંગ

144. ભાડ ભૂતેશ્વર મહાદેવ મંદિર કયા જિલ્લામાં આવેલું છે ?

ભરૂચ

145. ગુજરાતમાં સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર કયા છે ?

ઊંઝા

146. ખેડબ્રહ્મા કઈ નદીના કિનારે આવેલું છે ?

હરણાવ

147. સુકભાદર નદી કયાથી નીકળે છે ?

ચોટીલા પાસેના ડુંગરમાંથી

148. સૌરાષ્ટ્રની કઈ નદી અંત:સ્થ (કુમારિકા) ગણાય છે ?

  મચ્છુ

149. ગુજરાતનું મુખ્ય વિજમથક ધુવારણ કયા જિલ્લામાં આવેલું છે ?

આણંદ જિલ્લો

150. બેડી બંદર કયા જિલ્લામાં આવેલું છે ?

જામનગર

151. નવલખી કયા જિલ્લાનું બંદર છે ?

મોરબી

152. મહિસાગર જિલ્લો કયા જિલ્લાઓમાંથી બન્યો ?

ખેડા,પંચમહાલ

153. ડાંગ જિલ્લાનું વડુ મથક કયુ છે ?

આહવા

154. ગીરનાર પર્વતમાંથી કઈ નદી નીકળે છે ?

  સુવર્ણ

155. ધોળીધજા ડેમ કયા જિલ્લામાં આવેલ છે ?

સુરેન્દ્રનગર

156. ઈડરિયોગઢ કઈ ગિરિમાળાનો ભાગ છે ?

અરવલ્લી

157. ગુજરાતમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો કયો છે ?

  કચ્છ

158. વિશ્વ મંગલમ સંસ્થા ક્યાં આવેલી છે ?

  અનેરા

159. જાંબુઘોડા કયા જિલ્લામાં આવેલું છે

પંચમહાલ

160. સહજાનંદ વન ક્યાં આવેલું છે ?

ગાંધીનગર

161. નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશનનું વડુ મથક ક્યાં આવેલું છે ?

  આણંદ

Previous
Next Post »

flipkart app