રામગઢના અમથાકાકાએ તોપના લાયસંસ માટે કલેકટરમાં અરજી કરી, કલેકટરના હાથમાં અરજી આવતા તે ચોકી ગયા કારણ કે આજ દિવસ સુધીમાં તોપના લાયસંસની માંગણી કરતી અરજી તેની પાસે આવી નહોતી. તેમને અરજીમાં શેરો મર્યો” માંગણીદારને રૂબરુ બોલવવા” અમથાકાકાને બોલવવામાં આવ્યા...
કલેકટર – કાકા તમે આ તોપના લાયસંસની અરજી કરી છે?
અમથાકાકા – હા સાહેબ..
કલેકટર – તમારે તોપને શું કરવી છે?
અમથાકાકા- સાહેબ સાવ સાચી વાત કરૂ ...આ પહેલા મેં બેંકમાં એક લાખની લોન લેવા માટે માંગણી મુકેલી તો દસહજાર જ મંજુર થયા,બે વર્ષ પહેલા અતિવ્રષ્ટી થવાને કારણે મારો ઉભો મોલ બધો જ ધોવાઇ ગયો, બે લાખના નુકશાનની સામે સરકારે વળતર પેટે માત્ર ૨૦ હજાર મંજુર કર્યા, ગયા વર્ષે દુષ્કાળ હતો તે કુવો ખોદવા દોઢ લાખની માંગણી મુકી તો ત્રીસ હજાર મંજુર કર્યા. સાહેબ આ ઉપરથી હું સમજી ગયો કે જરૂર કરતાં ચાર ગણુ માંગવુ ...સાહેબ મારે તો વાંદરા ભગાડવા માટે એક પિસ્તોલની જરૂર હતી એટલે મને થયું કે જો હું પિસ્તોલની માંગણી મુકીશ તો મને ગીલોલનું લાયસંસ આપીને કઢી મુકશે એટલે મેં આ વખતે તોપનું લાઇસંસ માંગ્યું જેથી કાપી કાપીને પિસ્તોલનું તો આપે.
😜😜😜😜
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon